MY BAKROL : મારું બાકરોલ ગામ
If you can't read Gujarati in this page please click on View on the upper bar then encoding and then Unicode-8. Now you can read.
|
|
પ્રારંભિકઃ- બાકરોલ.પુસ્તકાલય.કોમ (bakrol.pustakalay.com) વેબ સાઈટમાં આપનું સ્વાગત છે. આ વેબ સાઈટનો ઉદ્દેશ સૌને બાકરોલ ગામનો પરિચય કરાવવાનો છે. આ સાઈટમાં હાલ ફક્ત ગુજરાતીમાં જ સર્વ માહિતી આપી છે પણ પરદેશ વસેલાં યુવાન-યુવતિયો ગુજરાતી વાંચી શકતાં નથી એ ખ્યાલમાં છે એટલે ભવિષ્યમાં આ બધું સાહિત્ય અંગ્રેજીમાં એક અલગ વેબ સાઈટ મારફતે મૂકવાની ગણતરી રાખેલી છે. સાથેસાથે એક એવું ધ્યેય પણ રાખેલું છે કે સમાજનાં અન્ય ગામો પણ પોતાના ગામનો પરિચય આપવા પ્રયત્ન કરે. આમ કરવાથી દૂર પરદેશ વસેલાં સમાજનાં ભાઈ-બહેનો પણ આ વાંચે, પ્રભાવિત થાય અને પોતાના ગામના વિકાસ માટે મદદરૂપ થાય એવો આશય પણ છે. મારું બાકરોલ ગામઃ- સંવત ૧૨૨૦માં પાટીદારોએ વસાવેલું, વિકસાવેલું અને સમૃધ્ધ કરેલું બાકરોલ ગામ વરસોથી સેવા, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. કોઈપણ ગામની ઓળખ સામાન્ય રીતે એના ભૌગોલિક સ્થાન કે તેના ક્ષેત્રફળથી કે તેની વસ્તિથી આપવામાં આવે છે પણ બાકરોલ ગામની ઓળખ માટે આ પરિમાણો ઓછાં પડે તેમ છે. એની ઓળખ એની સ્થાપનાથી અત્યાર સુધીની તેની અનેકવિધ પ્રવૃત્તિયોથી આંકી સકાય તેમ છે. આવો આ વેબ સાઈટમાં આપને હું એનાં ઈતિહાસ, ભૂગોળ અને સિધ્ધિયોથી એની ઝાંખી કરાવું. આ વેબ સાઈટમાં આપેલા વિવિધ વિભાગો પર નજર નાંખશો તો તમને તેમાં કેટલુંક ધડો લેવા જેવું લાગશે તો કેટલુંક કદાચ સૂચન કે ટીકા કરવા જેવુંય લાગશે. આપનાં ટીકા-સૂચનો આવકાર્ય છે. આ વેબ સાઈટમાં આપેલી ગેસ્ટબૂકમાં લખીને અથવા ઈમેઈલથી આપ તે મોકલી શકો છો. મારું ઈમેઈલ એડ્રેસ આ પ્રમાણે છેઃ jd4books@yahoo.com
|
A study of a village Bakrol This is a first step in the study program in which we are going to perform survey of different villages of Charotar. 'My Bakrol' is just a guide line for individuals who want to create web site of their villages. We will provide free space and ftp account for this type of web sites for free. Please contact us at jd4books@yahoo.com for terms and privacy policy. Thank you.
|
અન્ય ગુજરાતી વેબ સાઇટ્સ અને બ્લોગ્સ (વાંચવા માટે જે તે નામ પર ક્લીક કરો) |